રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ગઇકાલે મા ખોડલની મૂર્તિ સાથે રાજકોટથી ખોડલધામ સુધી 23 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી. તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી અન્ય 20 મૂર્તિઓ શોભાયાત્રાના રૂપમાં ખોડલધામ પહોંચી હતી. મા ખોડલની સૌથી 5 ફૂટ 7 ઇંચની મૂર્તિ છે. જ્યારે અન્ય 20 મૂર્તિ ત્રણ ત્રણ ફૂટની છે. તમામ મૂર્તિ આરસના પથ્થરમાંથી બનેલી છે.

મંદિરમાં બિરાજમાન થનાર દેવી-દેવતાઓ
1.ખોડિયાર માતાજી
2. ગણપતિ
3.વીર હનુમાન
4.રામ-સીતા
5.રાધા-કૃષ્ણ
6.ગેલ માતાજી
7.હરસિધ્ધિ માતાજી
8.મહાકાળી માતા
9.મોમાઇ માતા
10.નાગબાઇ માતા
11.સિહોરી માતા
12.રાંદલ માતા
13.ચામુંડા માતા
14.અંબાજી
15.વેરાઈ માતા
16.મા આશાપુરા
17.બહુચર માતા
18.બુટ ભવાની મા
19.ગાત્રાળ માતા
20. બ્રહ્માણી માતા
21.અન્નપૂર્ણા માતાજી