રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ખોડલધામ આવી પહોંચેલા નરેશ પટેલ  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરથી ખોડલધામ મંદિર 10 ફૂટ નીચુ રખવામાં આવ્યું છે. દેવાધીદેવ મહાદેવના મંદિરથી ઊંચુ કરી શકાય નહીં.

ખોડલધામની જમીનથી કળશ સુધીની ઊંચાઇ 139 ફૂટ અને સોમનાથ મંદિરની ઊંચાઇ 149 ફૂટ 
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના મંદિરની ઊંચાઇથી વધુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દેવાધિ દેવ મહાદેવના મંદિરની ઊંચાઇથી વધુ ઊંચાઇ ન કરી શકાય. સોમનાથ મંદિરની ઊંચાઇ જમનીથી કળશ સુધી 149 ફૂટ છે જ્યારે ખોડલધામ મંદિરની ઊંચાઇ જમીનથી કળશ સુધી 139 ફૂટ છે. આથી 10 ફૂટ ખોડલધામ મંદિરની ઊંચાઇ નીચી રાખવામાં આવી છે.
21 કુંડી યજ્ઞમાં બેસનારા 21 ઉદ્યોગપતિઓએ મોટા દાન આપ્યા છે
આજે યોજાયેલા 21 કુંડી યજ્ઞ વિશે નરેશ પટેલે જણાવ્યું હતું કે, 21 ઉદ્યોગપતિઓએ ખોડલધામમાં મોટા દાન આપ્યા છે. યજ્ઞમા બેસનારા તમામ યજમાનોએ આપેલા દાનની રકમ ગુપ્ત રાખવામાં આવી છે. દાનની રકમ જાહેર કરી શકાય નહીં.
ખોડલધામ મંદિરની વિશેષતા

 મંદિરની વિશેષતા

-238 સ્તંભ
– 60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ
– મંદિર 17 ફૂટ જમીનની અંદર
– મંદિરની ધ્વજા સહિત કુલ ઉંચાઇ 159 ફૂટ
– મંદિરમાં કુલ 238 સ્તંભ છે
– શિલ્પકલામાં કુલ 15 ડિઝાઇન આવેલી છે, જેમાં 30 પ્રકારની કોતરણી કરવામાં આવી છે
– મંદિરમાં કુલ 21 મુખ્ય મૂર્તિઓ મળીને કુલ 650 જેટલી મૂર્તીઓ
-ખોડિયાર માતાની મુખ્ય મૂર્તિ 5 ફૂટ 7 ઇંચની છે, અન્ય 20 જેટલી મૂર્તીઓ ત્રણ ત્રણ ફૂટની રહેશે
-મંદિરનો 6 ટનનો કળશ અને 40 ફૂટ ઉંચો ધ્વજદંડ સોનેથી મઢાયો
-મંદરિના ધ્વજદંડ પર 52 ગજની ધ્વજા લહેરાશે
-રામાયણ, મહાભારત અને સંસ્કૃતિને ઉજાગર કરતી કોતરણી
-129 પટેલ પેનલમાં હાલ 10 પટેલ પેનલ મુકાઇ
આ ઉપરાંત મંદિરની ચોતરફ શિલ્પકલા પણ અદભૂત કરવામાં આવી છે. મંદિરમાં બંસીપહાડપુરના બંસીપાલ પર્વત મળીને કુલ 2 લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ઓરિસ્સાના એક હજારથી વધારે કારીગરો દ્વારા શિલ્પકામ કરવામાં આવ્યુ છે.