રાજકોટ: ખોડલધામ મહોત્સવનો આજે બીજો દિવસ છે. આજે 21 કુંડી હવન યોજાઇ રહ્યો છે. સવારના 8થી 12 વાગ્યા સુધી હવન યોજાઇ રહ્યો છે. 21 કુંડી હવનમાં આજે લેઉવા પટેલ સમાજના 21 ઉદ્યોગપતિઓ યજમાની કરી રહ્યા છે. આ યજ્ઞમાં ખોડલધામના નરેશ પટેલ સહિત પરિવાર જોડાશે.
કોણ છે 21 ઉદ્યોગપતિઓ 
ગોપાલભાઇ  વસ્તાપરા 
ખોડલધામનાં મુખ્ય દાતા તરીકે બાબરાનાં ચમા૨ડીનાં વતની અને સુ૨ત સ્થિત ભામાશા ગોપાલભાઈ વસ્તા૫રાએ 2014માં ખોડલધામ શિલાન્યાસ સમયે રૂપિયા 11 કરોડ 11 લાખ 11 હજા૨ 111 જેટલી ૨કમનું દાન કર્યું હતું. 2 વર્ષ ૫હેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૫ણ ગોપાલભાઈ વસ્ત૨૫રા અને સમગ્ર ૫રિવા૨નું સન્માન કર્યુ હતું.
નરેશ પટેલ 
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટમાં પટેલ બ્રાસના મેનેજિંગ ડાયરેક્ટર નરેશ પટેલનું મંદિરના નિર્માણમાં મહત્વનું યોગદાન રહ્યું છે. તેમજ લેઉવા પટેલ સમાજના અગ્રણી તરીકેનું સ્થાન ધરાવે છે.
વસંતભાઇ ગજેરા 
મૂળ અમરેલીના વતની અને સુરતમાં રહેતા વસંત ગજેરા રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અમરેલીમાં લેઉવા પટેલ શૈક્ષણિક  સંકુલ પણ છે. તેમજ સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
રમેશભાઇ ટીલાળા 
રમેશભાઇ ટીલાળા રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ છે. તેમજ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
રવિ આંબલીયા 
રવિ આબંલીયા જેતપુરમાં સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમજ આફ્રિકામાં મોલ્સ અને માઇલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
ચંદુભાઇ વિરાણી 
ચંદુભાઇ વિરાણી રાજકોટના બાલાજી વેફર્સના મેનેજિંગ ડાયરેક્ટર છે. ચંદુભાઇ મૂળ ધૂન ધોરાજી ગામના વતની છે. તેમણે
કરસનભાઇ પટેલ 
કરસનભાઇ પટેલ અમદાવાદની નિરમા કંપનીના ચેરમેન છે. તેઓ ચાર દિવસ સુધી હેલિકોપ્ટર મારફતે ખોડલધામ આવશે.
રાજુભાઇ હિરપરા 
રાજુભાઇ હિરપરા સુરતના ઉદ્યોગપતિ છે. તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
દિનેશ કુંભાણી 
દિનેશ કુંભાણી અમદાવાદના ઉદ્યોગપતિ છે.
રમેશ ટીલાળા 
રમેશ ટીલાળા રાજકોટના ઉદ્યોગપતિ છે. તેમજ  ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
હર્ષદ માલાણી 
હર્ષદ માલાણી રાજકોટનાના બિલ્ડર છે. તેઓ માલાણી કન્ટ્રક્શન સાથે સંકળાયેલા છે.
શંભુભાઇ પરસાણા 
શંભુભાઇ પરસાણા રાજકોટના પરસાણા ફાઉન્ડ્રી સાથે સંકળાયેલા છે. તેમજ સામાજીક પ્રવૃતિ કરે છે. તેઓ ખેડૂચને આગળ લઇ આવવા માટે પ્રવૃતિ કરી રહ્યા છે. જેમાં ગીર ગાય સંવર્ધન કેન્દ્ર પણ ચલાવી રહ્યા છે.
તુલસી તંતી 
તુલસી તંતી સુઝલોન કંપનીના ચેરમેન છે. સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ પવનચક્કી ઉભી કરવામાં આવી છે.
આ ઉદ્યોગપતિઓ પણ હવનમાં બેઠા છે
લવજીભાઇ દાળીયા, રમેશભાઇ સિધ્ધપરા, છગનભાઇ બુસા, ભગવાનદાસ પટેલ, બચુભાઇ અમરેઠિયા, રમેશભાઇ મેંદપરા, વી.ડી. પટેલ, ગોવિંદભાઇ ધોળકીયા અને વાલજીભાઇ પરસાણાનો સમાવેશ થાય છે.