રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પહેલા દિવસે મા ખોડલની 40 કિલોમીટરની શોભાયાત્રા ખોડલધામ પહોંચી હતી. બાદમાં નરેશ પટેલે મંદિરના મુખ્ય ગેઇટ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ વિશ્વનું પહેલું મંદિર બન્યું છે કે જ્યાં દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાયો છે. તેમજ ખોડલધામમાં ત્રિરંગો લહેરાતો રહેશે.
 ખોડલધામ મંદિર રાષ્ટ્રને સમર્પિત 
ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. એક જ જ્ઞાતિ દ્વારા બનાવવામાં આવેલું મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય ગેઇટ પર ત્રિરંગો લહેરાતો રહેશે.
આજે 12 લાખ લોકોએ મુલાકાત લીધી 
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, આજે મંદિર પરિસરમાં 10થી 12 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ 10 લાખથી વધુ લોકોએ પ્રસાદી લીધી હતી.
મંદિરની વિશેષતા

-238 સ્તંભ
– 60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ
– મંદિર 17 ફૂટ જમીનની અંદર
– મંદિરની ધ્વજા સહિત કુલ ઉંચાઇ 159 ફૂટ
– મંદિરમાં કુલ 238 સ્તંભ છે
– શિલ્પકલામાં કુલ 15 ડિઝાઇન આવેલી છે, જેમાં 30 પ્રકારની કોતરણી કરવામાં આવી છે
– મંદિરમાં કુલ 21 મુખ્ય મૂર્તિઓ મળીને કુલ 650 જેટલી મૂર્તીઓ
-ખોડિયાર માતાની મુખ્ય મૂર્તિ 5 ફૂટ 7 ઇંચની છે, અન્ય 20 જેટલી મૂર્તીઓ ત્રણ ત્રણ ફૂટની રહેશે
-મંદિરનો 6 ટનનો કળશ અને 40 ફૂટ ઉંચો ધ્વજદંડ સોનેથી મઢાયો
-મંદરિના ધ્વજદંડ પર 52 ગજની ધ્વજા લહેરાશે
-રામાયણ, મહાભારત અને સંસ્કૃતિને ઉજાગર કરતી કોતરણી
-129 પટેલ પેનલમાં હાલ 10 પટેલ પેનલ મુકાઇ

આ ઉપરાંત મંદિરની ચોતરફ શિલ્પકલા પણ અદભૂત કરવામાં આવી છે. મંદિરમાં બંસીપહાડપુરના બંસીપાલ પર્વત મળીને કુલ 2 લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ઓરિસ્સાના એક હજારથી વધારે કારીગરો દ્વારા શિલ્પકામ કરવામાં આવ્યુ છે.