ગોંડલ: આજે રાજકોટ સહિત ચારેય દિશામાંથી મા ખોડલની શોભાયાત્રા નીકળી રહી છે. દરેક જગ્યાએથી શોભાયાત્રા નીકળી ગઈ છે. શોભાયાત્રામાં મા ખોડલ સહિતની દેવીઓના રથને રાજકોટ સહિતની જગ્યાએથી ખોડલધામ લઈ જવાઈ રહ્યા છે. ત્યારે ગોંડલવાસીઓ ખોડલધામ જઈ રહેલી શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે અને નેશનલ હાઈવ પર જ 2 કિમી લાંબી રંગોળી બનાવી દીધી હતી.
ક્યાંથી જઈ રહી છે શોભાયાત્રા
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડથી મા ખોડલની મુખ્ય મૂર્તિને લઈ જવામાં આવી રહી છે. જ્યારે ઉપલેટાના મંડપ ચોકથી, જસદણના સરદાર ચોકથી, જૂનાગઢના 1) વિસાવદથી2) જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડીથી3) મેંદરડાથી અને 4)કેશોદથી, ભાવનગરથી 1)ખોડલધામ જિલ્લા કાર્યાલય 2  મૂર્તિની અને બોટાદથી નીકળેલી શોભાયાત્રા ઢસા ખાતે ભેગી થશે. અમરેલીના 1) દેવળીયા 2) દામનગર અને 3)ધારીથી, સુરેન્દ્રનગરથી ઝાલાવાડ લેઉવા પાટીદાર સંકુલથી, ગીર સોમનાથની ફાળવેલી મૂર્તિ વેરાવળથી અને વડોદરાને ફાળવેલી મૂર્તિની વડોદરાથી શોભાયાત્રા નીકળી રહી છે.
રાજકોટ પણ શોભાયાત્રાના રૂટ પર રંગોળી 
મા ખોડલની મુખ્યમૂર્તિને રાજકોટની શોભાયાત્રા સ્વરૂપે ખોડલધામ લઈ જવાઈ હતી. આ શોભાયાત્રાના સ્વાગત માટે શહેરના માર્ગો પર રંગોળી કરાઈ હતી. તો શોભાયાત્રામાં જોડાયેલા વાહનો પર પુષ્પવર્ષા કરાઈ હતી.