3000 કાર, 7000 બાઇક સાથે 40 કિમી લાંબી નિકળી મા ખોડલની શોભાયાત્રા

સમસ્ત લેઉઆ પટેલ સમાજ અને સૌરાષ્ટ્રના શાક્ત સાધકો તેમજ ધર્મપ્રેમી લોકો જેના માટે આતુર હતા તે ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે મંગળવારે પ્રારંભ થયો હતો. રાજકોટથી શોભાયાત્રા સાથે જોડાયેલી લાખોની મેદનીના સંગાથે વાજતે ગાજતે માં ખોડલ ધામ પહોંચ્યા હતા. ૩પથી ૪૦ કિલોમીટર લાંબી શોભાયાત્રાનું રસ્તામાં 17 જગ્યાએ તમામ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. શોભાયાત્રા તેના નિર્ધારીત સમય ૧ર વાગ્યાની બદલે બપોરે ૩ વાગ્યે કાગવડ પહોંચી હતી. આ સાથે જ સૌથી મોટી શોભાયાત્રાનો ગોલ્ડન બૂક ઓફ ઈન્ડિયા વિશ્વ રેકોર્ડ ખોડલધામના નામે અંકિત થયો હતો.