સમાજ

હજારો વર્ષો નો ભવ્ય ઈતિહાસ ધરાવતી, અતિ સહીષણું, પરાક્રમી, કઠોર પરિશ્રમ કરનાર લેઉવા પટેલ જ્ઞાતિના પરિવારો સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે.લેઉવા પટેલ સમાજે દેશ વિદેશમાં વ્યાપાર વિસ્તાર્યો છે સાથો સાથ તેમણે શિક્ષણ , ધર્મ, સંસ્કાર ઘડતર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કળા અને રમત-ગમત ક્ષેત્રે માતબર પ્રદાન કરેલ છે.

આધાર ભૂત સૂત્રોમાં થી મળતી માહિતી અનુસાર લેઉવા પટેલ સમાજ ૨૦૦૦ વર્ષ પહેલા પંજાબ માં થી સ્થળાંતરિત થઇ ગુજરાત માં આવ્યો અને પાટણ-અડાલજ- કર્ણાવતી થઇ સૌરાષ્ટ્ર માં તેને મુળિયા રોપ્યા. ૧૨ મી સદી થી ૧૮ મી સદી દરમ્યાન સિદ્ધરાજ જયસિંહ , બાદશાહ અકબર થી લઇ જામ નરેશ સુધીના સત્તા કાળમાં લેઉવા પટેલ સમાજે પોતાનું કૃષિ કૌશલ્ય વિકસાવ્યું અને જમીન ના માલિક-પાટીદાર બન્યા રાજાઓએ પણ આ કૃષિકાર એવા ધરતીપુત્રોની કાર્ય ક્ષમતા અને કૃષિ ક્ષેત્રે કુનેહ જોઈ તેમના પર વિશ્વાસ મુક્યો. લૅઆ પટેલ સમાજનું જ સંતાન એવા સરદાર પટેલે ભારતીય સ્વાતંત્રની લડત દરમ્યાન દિવસ રાત ખેડૂતો ની સાથે રહી આ પ્રજાની નિખાલસતા, ખેલદિલી, ઉદારતા, કઠોર પરિશ્રમ જેવી વિશેષતા ની સરાહના કરી.

૨૦ મી સદીમાં લેઉવા પટેલે સમાજે નોધપાત્ર સિદ્ધિઓ મેળવી.

હવે ૨૧મિ સદીમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ એકતા નું ભગીરથ કાર્ય હાથમાં લે છે-શ્રી ખોડલ ધામ ના નિર્માણ દ્વારા....સમગ્ર સમાજ ના નિર્માણ માટે, વિકાસ માટે , પરિવર્તન માટે