દીર્ઘદર્શિતા

ખોડલધામનો ઉદ્દભવ સમગ્ર સમાજને લક્ષ્યાંકિત વળવાના સસાધારણ દ્રષ્ટિકોણ સાથે થયો છે. જેમાં નીચેની બાબતો સમાવિસ્ટ થાય છે.

 • ગુણવત્તા યુક્ત જીવન
 • સમાજનું સંગઠન અને યોગ્ય નેતાગીરી
 • પર્યાવરણની જાળવણી
 • નૈતિકતા-નૈતિક મુલ્યોની જાળવણી
 • આધ્યાત્મિક મુલ્યોની જાળવણી
 • ખેલ-કુદ માં અગ્રતા - આગેવાની
 • કૃષિલક્ષી ક્રાંતિ

ઉપરોક્ત દ્રષ્ટીવિધાનોને પરિપૂર્ણ કરવા નીચેના હેતુ નિર્ધારિત થયા છે.

 • સાચા અભિગમ, આત્મપ્રેરણા અને રચનાત્મક વિચારની ત્રિશક્તિ વડે સંગઠિત થવું, હિમાંત્વન થવું અને આજ્ઞાનરૂપી અંધકારને દુર કરવો.
 • લેઉવા પટેલ સમાજના પ્રત્યેક સદસ્યના મનમાં આધ્યાત્મિક મુલ્યો મજબુત કરવા.
 • ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું.
 • લેઉવા પટેલ સમાજની ભવ્ય ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિક મુલ્યોના જતન, સંશોધન અને વિકાસ માટે સામાજિક વિકાસ કેન્દ્ર ની સ્થાપના કરવી.
 • રમત ગમતના પદ્ધતિસરના પ્રશિક્ષણ માટે સંકુલ ઉભું કરવું.
 • કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવી.
 • લેઉવા પટેલ સમાજના પ્રેત્યેક સદસ્યમાં સામાજિક સંસ્કૃતિક અને વ્યવસાઈક મુલ્યો આરોપિત કરવા તથા તેનો વિકાસ કરવાના હેતુથી સમાજ, કૃષિ અને આધ્યાત્મિક જાગૃતિ લાવતું સામાયિક પ્રસિદ્ધ કરવું.